Wednesday, February 5, 2014

Satya nadella New Microsoft CEO

મુંબઈ – વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટે તેના ૭૮ અબજ ડોલરના બિઝનેસના સીઈઓ તરીકે હૈદરબાદમાં જન્મેલા સત્યા નાડેલ્લાને નિયુક્ત કર્યા છે. આ નિર્ણયને કારણે ભારતમાં માઈક્રોસોફ્ટના ધરખમ એન્ટરપ્રાઈઝ બિઝનેસ તથા રીસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ યુનિટ્સને મોટું બળ પ્રાપ્ત થશે.

માઈક્રોસોફ્ટની ભારતમાંની અંદાજિત આવક વર્ષ ૨૦૧૩માં ૧૩ ટકા જેટલી વધીને રૂ. ૬૧૨૨ કરોડ થઈ હતી. આ આવક ભારતમાં કંપનીઓ તથા સરકારોને પોતાની પ્રોડક્ટ્સ અને સેવાઓ વેચીને હાંસલ કરવામાં આવી હતી.
માઈક્રોસોફ્ટ સાથે છેલ્લા ૨૨ વર્ષથી કામ કરતા અને ૪૬ વર્ષના નાડેલ્લા સીઈઓ પદે સ્ટીવ બાલમેરના અનુગામી બન્યા છે. કંપનીના સ્થાપક અને પ્રથમ સીઈઓ બિલ ગેટ્સે ચેરમેન પદેથી હટી જવાનું નક્કી કર્યું છે અને પ્રોડક્ટ ડેવેલપમેન્ટ માટે વધારે કામ કરશે. તે કંપનીની બોર્ડ ઉપર પણ ચાલુ રહેશે અને સાથોસાથ પોતાનું દાતા ફાઉન્ડેશન પણ ચલાવતા રહેશે.
૨૦૦૨માં જ્યારે બિલ ગેટ્સ સીઈઓ પદેથી નિવૃત્ત થયા હતા ત્યારે સ્ટીવ બાલમેરે તે પદ સંભાળ્યું હતું. ગેટ્સ ચેરમેન પદે રહ્યા હતા.
બોર્ડના સભ્ય જોન થોમ્પસન હવે નવા ચેરમેન બન્યા છે.
નાડેલ્લા ૧૯૯૨માં માઈક્રોસોફ્ટમાં જોડાયા હતા. કંપનીના એ માત્ર ત્રીજા જ સીઈઓ છે.
૩૦ જૂન, ૨૦૧૩ના રોજ પૂરા થયેલા વર્ષમાં નાડેલ્લાને ૭૬ લાખ ૭૦ હજાર ડોલરનો પગાર મળ્યો હતો.

No comments:

Post a Comment