Wednesday, February 5, 2014

માઇક્રોસોફ્ટ નડેલાને ચૂકવશે વાર્ષિક ૧૨ લાખ ડોલરનો પગાર

વિશ્વની ટોચની આઇટી કંપની માઇક્રોસોફ્ટના ઇતિહાસમાં ત્રીજા સીઈઓ એવા સત્યા નડેલાને કંપની પહેલા વર્ષે બોનસ અને અન્ય લાભો મળીને લગભગ ૧ કરોડ, ૮૦ લાખનો પગાર ચૂકવશે. હૈદરાબાદ મૂળના સત્યા નડેલા કામને લઈને કેવું વલણ ધરાવે છે, તેમનું વ્યક્તિગત જીવન અને માઇક્રોસોફ્ટ સાથેની તેમની રસપ્રદ સફર વિશે વધુ વાંચવા ક્લિક કરો.


ભારતીય મૂળના સત્યા નડેલા દેશની ટોચની આઇટી કંપની માઇક્રોસોફ્ટના ત્રીજા સીઈઓ બનવા જઈ રહ્યા છે. ત્યારે માઇક્રોસોફ્ટના સ્થાપક અને પૂર્વ ચેરમેન બિલ ગેટ્સના મતે નડેલા આ જવાબદારી માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે.

માઇક્રોસોફ્ટમાં નેતૃત્વ પરિવર્તનના ભાગ રૂપે તેઓ પૂર્વ સીઈઓ સ્ટીવ બામરની જગ્યા લેશે. તો કંપનીના ચેરમેન તરીકે બિલ ગેટ્સને સ્થાને જોન થોમ્પસન નિમિયા છે.

આઇટી જગતમાં ઉંચી સ્પર્ધા છતાં માઇક્રોસોફ્ટે વર્ષોથી તેનું સ્થાન જાળવી રખ્યું છે. જોકે બજારમાં વધતી સ્પર્ધા છતાં કંપનીએ તેમના નવા સીઈઓ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

૪૬ વર્ષિય સત્યા નડેલાનો જન્મ ભારતના હૈદરાબાદમાં થયો હતો, તેમણે અહીં જ બેગમપેટની જાહેર શાળામાં શિક્ષણ લીધું. નડેલાએ સિક્કીમ મનિપાલ યુનિવર્સિટીમાંથી ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નૉલોજીનું શિક્ષણ લીધું. અમેરિકા ગયા બાદ તેઓઓ વિસ્કોન યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ સાયન્સ અને શિકાગો યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું.

સત્યા ક્લાઉડ ગુરુ તરીકે પણ ઓળખાય છે. ક્લાઉડ એ ઇન્ટરનેટથી ચાલતી એ સેવા છે અને તેને લગતી તમામ સર્વિસ કે કમ્પ્યૂટર ફાઇલ ઇન્ટરનેટ દ્વારા વિશ્વના કોઈ પણ ભાગમાંથી જોઈ કે ઉપયોગમાં લઈ શકાય છે.

માઇક્રોસોફ્ટમાં કામ કરતા સત્યાએ એમએસ ઓફિસને ક્લાઉડ પર લઈ જવામાં મહત્વનો ફાળો આપ્યો છે. માઇક્રોસોફ્ટનું કહેવું છે કે ઓફિસ ૩૬૫ તેમનાં સૌથી સફળ ઉત્પાદનોમાં એક છે. માઇક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસ અજૂરની સ્થાપનામાં પણ તેમનું મહત્વનું યોગદાન છે.

નડેલા વર્ષ ૧૯૯૨માં માઇક્રોસોફ્ટ સાથે જોડાયા હતા, ત્યારથી માંડીને અત્યાર સુધી તેમણે કંપનીની અનેક પ્રોડક્ટમાં યોગદાન આપ્યું છે. જેમાં વિન્ડો સર્વર, ડેવપર્સ ટૂલ, અજૂર મુખ્ય છે.

માઇક્રોસોફ્ટના ૩૮ વર્ષના ઇતિહાસમાં ત્રીજા સીઈઓ બનેલા સત્યા નડેલાથી પહેલા સ્ટીવ બામર અને બિલ ગેટ્સ આ પદ પર રહ્યા છે.

તેઓ ક્રિકેટના મોટા ફેન છે, તેમના કહ્યા પ્રમાણે યુવાવસ્થામાં ક્રિકેટ તેમનું ઝનૂન હતું, તેઓ સ્કૂલની ક્રિકેટ ટીમ માટે રમતા. ક્રિકેટથી જ ટીમ ભાવના અને નેતૃત્વ શીખવા મળ્યું હોવાનું તેઓ જણાવે છે.

સત્યા નડેલા જણાવે છે, હું જેટલા પુસ્તકો વાચું છે, એથી વધારે ખરીદું છું. ઓનલાઇન કોર્સ કરી શકાય તેના કરતા વધારે માટે બુકિંગ કરાવી દઉ છું. મારો વિશ્વાસ છે કે જો આપણે નવું નહીં શીખએ તો નવું નહીં કરી શકીએ.

નડેલા માઇક્રોસોફ્ટ સાથે જોડાયા તે જ વર્ષે તેમણે બાળપણની મિત્ર અનુપમા સાથે લગ્ન કરી લીધા. અનુપમા અને સત્યાના પિતા મિત્ર હતા. સત્યા અને અનુપમાને ત્રણ બાળકો છે, તેઓ વોશિંગ્ટનના બેલેવ્યૂમાં રહે છે.

મીડિયાના અહેવાલો પ્રમાણે સીઈઓ તરીકે કંપની તેમને વાર્ષિક ૧૨ લાખ ડોલરનું પેકેજ ચૂકવવા જઈ રહી છે, જે અગાઉના સીઈઓ સ્ટીવ બામરના પગાર કરતા સીત્તેર ગણો વધારે છે.

આ સાથે બોનસ અને અન્ય નફો મેળવીને તેમને પ્રથમ વર્ષે લગભગ એક કરોડ, ૮૦ લાખ ડોલરનો પગાર મળશે.

No comments:

Post a Comment