ન્યૂ યોર્ક – ફેસબુકે તેનું એક ન્યૂઝ રીડર મોબાઈલ એપ લોન્ચ કરવાની જાહેરાત કરી છે જેનું નામ તેણે ‘પેપર’ આપ્યું છે. આ નવું એપ આર્ટિકલ્સની સાથે તસવીરો અને વીડિયો પણ ડિલીવર કરે છે. આ એપ ફેસબુકના ૧૦મા સ્થાપનાદિન, ત્રીજી ફેબ્રુઆરીથી લોન્ચ કરવામાં આવશે.
આ એપ સ્માર્ટફોન પર આર્ટિકલ્સ તથા અન્ય સામગ્રી જોવા અને શેર કરવા માટે ઓનલાઈન ન્યૂઝપેપરની જેમ કામ કરશે.
શરૂઆતમાં આ એપ આઈઓએસ પર ઉપયોગમાં લઈ શકાશે, બાદમાં તેને એન્ડ્રોઈડ ઉપર પણ ઉપલબ્ધ કરાશે.
આ એપમાં ફેસબુક ન્યૂઝ ફીડ મેળવવા માટેનો પણ વિભાગ છે. યુઝર્સ સેક્શન્સ, ટોપિક્સ અને થીમ્સને કસ્ટમાઈઝ કરી શકશે. યુઝર્સ ફૂડ, વિજ્ઞાન, ડિઝાઈન અને બીજા ઘણા વિષયોમાં તેમને ગમે તે ડઝનબંધ ટોપિક્સ પસંદ કરી શકશે. કાગળ સાથે શેર કરવામાં આવ્યું હશે તે કંઈ પણ ફેસબુકના ન્યૂઝ ફીડમાં ઉપલબ્ધ હશે.
ફૂલસ્ક્રીન વીડિયો ઓટોપ્લે હશે.
આ એપને ફેસબુક ક્રીએટિવ લેબ્સમાં ૧૫ નિષ્ણાતોની એક ટૂકડી દ્વારા ડેવેલપ કરવામાં આવ્યું છે.
No comments:
Post a Comment