Wednesday, February 5, 2014

ગૂગલ ભારતમાં ૧૦,૦૦૦ નવા બિઝનેસનું નિર્માણ કરશે

બેંગલોર – ગૂગલ ઈન્કોર્પોરેશનનાં ચેરમેન એરીક સ્મીટ ટેક્નોલોજી ઉદ્યોગના સાહસીઓ માટે ભારતમાં એક મહત્વાકાંક્ષી પ્રોગ્રામની બુધવારે જાહેરાત કરશે. એ માટે કંપની આવતા પાંચ વર્ષ માટે લગભગ ૧ કરોડ ડોલરનું મૂડીરોકાણ કરશે જે દ્વારા તે ૧૦,૦૦૦ નવા બિઝનેસનું નિર્માણ પણ કરશે.


આ નવા પ્રોગ્રામ પાછળનું મુખ્ય ભેજું દેશની અગ્રગણ્ય ઈન્ડસ્ટ્રી સંસ્થા નાસકોમનું છે. તેણે ગૂગલ અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓને પોતાની ભાગીદાર બનાવી છે.

દેશના ટેક્નોલોજી સ્ટાર્ટ-અપ ઈકોસિસ્ટમ ક્ષેત્રને ઉત્તેજન મળે એ માટે તેણે આ પ્રોગ્રામ આદર્યો છે.

ઈન્ફોસીસ લિમિટેડ, વિપ્રો લિમિટેડ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ જેવી ટોચની સોફ્ટવેર સર્વિસીસ કંપનીઓનાં વિકાસ બાદ ભારતનો ૧૦૮ અબજ ડોલરના ટર્નઓવરવાળો ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ઉદ્યોગ સોફ્ટવેર પ્રોડક્ટ કંપનીઓનાં સર્જન જેવા બિઝનેસમાં ઈઝરાયલ જેવા નાના દેશો કરતાં પાછળ રહી ગયો છે.

No comments:

Post a Comment